પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં પોતાની બિમાર દીકરીને ઘરે મુકવા જતાં રિક્ષા ચાલક ઉપર ચાર દારૂ પીધેલા શખ્સોએ હૂમલો કર્યો
આ અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં રહેતા નવીનભાઇ સોમાજી ઠાકોર તેમની ચાર વર્ષની બિમાર દીકરી મીતાલીને હોસ્પિટલ બતાવી ઘરે જઇ રહ્યા હતા.
ત્યારે લક્ષ્મીપુરા જતાં ત્રણ રસ્તા નજીક દારૂ પીને આવેલા ભાર્ગવ મંડોરા, વડગામ બાજુનો ચિરાગ ચૌધરી સહિત બે અજાણ્યા શખ્સો રિક્ષા ઉભી રખાવી અંદર બેસી ગયા હતા. અને અમે કહીએ ત્યાં રિક્ષા લઇ લે તેમ કહેતા નવીનભાઇએ દીકરીને ઘરે મુકવાનું કહેતા ચારેય જણાં ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નવીનભાઈએ ચારે સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.