ગાંધીધામમા શરાબની 154 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુંદરપુરી ત્રણ રસ્તા પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જુની સુંદરપુરી ધોબીઘાટ મધ્યે રહેતો અલીમામદ જીંગીયા તેના ભોગવટાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી અલીમામદ ઉમરભાઈ જીંગીયાને પકડી પાડ્યો હતો. પોલીસે રહેણાંક ઓરડીની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે મેકડોવેલ્સ નંબર 1ની 750 એમ.એલ.ની 156 બોટલ કિંમત રૂા. 54,600નો દારૂ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો જુની સુંદરપુરી ગાંધીધામમાં રહેતા મનોજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ પાસેથી લીધો હોવાની કેફિયત આપી હતી. જે દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

  1. અલીમામદ ઉમરભાઈ જીંગીયા ઉ.વ.19 રહે. ધોબીઘાટ વિસ્તાર, જુની સુંદરપુરી, ગાંધીધામ