ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બોલેરોમાં હેરાફેરી થઈ રહેલો 3.11 લાખનો શરબનો જથ્થો ઝડપ્યો: આરોપી ફરાર

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બોલેરોમાં હેરાફેરી કરવામાં આવી રહેલા શરબના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીઓ નાસી છૂટયા હતા. 

ગાંધીધામ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, GJ-13-AW-6958 બોલેરો ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આદિપુરથી ગાંધીધામ સુંદરપુરી મધ્યે રહેતા પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગને આપવા જવાની પેરવી છે. પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરવા વોચમાં ગોઠવાઈ હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી ચાલક તથા આરોપી પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગ પોલીસને જોઈને નાસી ગયા હતા. પોલીસે બોલેરોની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 1452 નંગ બોટલ તથા 312 નંગ બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ તથા બીયર મળી 3,11,100નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.