અંજારના યુવકે વ્યાજના રૂપિયા ચુકવ્યા છતાં પણ પઠાની ઉઘરાણી કરતાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ

આ અંગે અંજારમાં રહેતા ભરતભાઈ વેલજીભાઈ પારાધીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, આશરે અઢી વર્ષ પહેલા તેમના પિતાજીની તબીયત સારી ન હોતા તેમને તેમની સારવાર અર્થે હૈદરશા કાસમશા શેખ પાસેથી અલગ અલગ સમયે 1,10,000 રૂપિયા વ્યાજે લીધેલ હતા. અને હૈદરશા પાસે તેમની માતાનું લાકડા બજારમાં આવેલ મકાન ગિરવી રાખેલ હતું અને રૂપિયાની ભરપાઈ ન થતાં ફરિયાદીએ આરોપીને પોતાની માલિકીનું ઇટરનું GJ-12-BA-5690 એક્ટિવા ગીરવે મૂક્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ટુકડે ટુકડે કરી આશરે 35 હજાર રૂપિયા ચૂકવી આપ્યા છતાં પણ આરોપી પઠાની ઉઘરાણી કરતો હોઈ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.