મહેસાણા : બહુચરાજીમાં અજાણ્યા શખ્સોનો તરખાટ : બે સોસાયટીના 7 મકાનોમાં તાળાં તોડી 72,500 હજારની ચોરી

બહુચરાજીના શંખલપુર રસ્તા પર આવેલ વ્રજવિહાર અને ગ્રીનસીટી સોસાયટીમાં ગત રાતે અજાણ્યા ઇસમોએ સાત જેટલા મકાનોના તાળાં તોડી તસ્કરીને અંજામ આપ્યો હતો. શિક્ષક તરીકે નોકરી કરતાં પટેલ વિક્રમભાઈ રમણભાઈએ બહુચરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેમનો પરિવાર રાત્રે પોતાના ઘરના ઉપરના માળે સૂઈ રહ્યો હતો. તે વખતે અજાણ્યા ઇસમોએ દરવાજો તોડીને અંદર પડેલ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 29,500 ની મતાની તસ્કરી કરી હતી. બીજી તરફ વ્રજવિહાર અને ગ્રીન સોસાયટીમાં પણ અન્ય છ મકાનોમાં ઇસમોએ તાળાં તોડીને તસ્કરી કરી હોવાનું સવારે જાણવા મળ્યું હતું. ઇસમોએ આ બંને સોસાયટીમાં તસ્કરીને અંજાર આપીને કુલ રૂ. 72,500ના મુદામાલની તસ્કરી કરીને નાસી ગયો હતો. આ બાબતે બહુચરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી પ્રવર્તી રહી છે.