ભુજમાં પ્રાઈવેટ મીની બસે દોઢ વર્ષીય બાળકને અડફેટે લેતા બાળક ઇજાગ્રસ્ત
આ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સુનિલભાઈ દયારામભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ફૂટપાથ પર કપડાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તા.13-3ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેઓ પોતાના પરિવાર સાથે જિલ્લા પંચાયત સાઈટના ભાગે ફૂટપાથ પર કપડાનો વેપાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો દોઢ વર્ષીય પુત્ર રૂદ્ર દુકાનના આગળના ભાગે રોડની સાઇડમાં ઉભેલ હતો. ત્યારે GJ-12-BT-4455 પ્રાઈવેટ મીની બસના ચાલકે પોતાના કબજાની બસ પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રૂદ્ર ને ઠોકરે લીધો હતો. આ ઘટનામાં રુદ્રને ઇજાઓ પહોચતા જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે રૂદ્રને જમણા પગે ફેકચર તેમજ છોલછાલ જેવી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. જ્યારે બસ ચાલક બસ મૂકી નાસી ગયો હતો. પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.