ઘરફોડ ચોરીના ગુના કામે સંડોવાયેલ આરોપીને પક્ડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ          

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓ દ્વારા મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી સુચન આપેલ હોઇ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ નાઓની સુચનાથી મિલક્ત સંબંધી ગુના કામે સંડોવાયેલ આરોપીઓ પકડવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા સારૂ જરૂરી પેટ્રોલીંગ રાખવા જણાવેલ હોઇ અને મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ બી.ડીવીઝન પોલીરા સ્ટેશન  મુજબના ગુના કામે મીઠી રોહર ગામ મધ્યે ફરીયાદીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી થયેલ હતી તે ગુના કામે ચોરીમાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અક્રમ સિદ્દીક બુટ્ટા ઉ.વ.૨૨ રહે.એકતાનગર, કિડાણા તા.ગાંધીધામ આ કામગીરી પોલીસ ઇન્સપેકટર  એમ.ડી.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલેન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.