ગળપાદરમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા: 1,11,700નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગળપાદર પુલિયા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગળપાદર નવાવાસ ચોકમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે અમુક શખ્સો ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોકત સ્થળ પર દરોડો પાડી ગોળ કુંડાળું કરી જુગાર રમી રહેતા 7 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે સાતેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11,700 તેમજ 2 મોટરસાઈકલ કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.1,11,700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- રમજુભાઈ નુરમામદ રાઠોડ ઉ.વ.56 રહે. ગળપાદર
- હાજી ઈસ્માઈલ કાઠી ઉ.વ.40 રહે. ગળપાદર
- રસુલ ભચુભાઈ રાઠોડ ઉ.વ.22 રહે. ગળપાદર
- બશીર ઈબ્રાહિમ ચૌહાણ ઉ.વ.45 રહે. ગળપાદર
- રમજુ ઈબ્રાહિમ ચૌહાણ ઉ.વ.40 રહે. ગળપાદર
- જુસબ નુરમામદ રાઠોડ ઉ.વ.53 રહે. ગળપાદર
- અબ્દુલ હુશેન કાનાગરા ઉ.વ.42 રહે. ગળપાદર