નોખાણીયામાં સેંટીંગ કામ માટેના સામાનની તસ્કરી

આ અંગે દેવજીભાઈ જખુભાઈ માતંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ખેતી તથા સેંટિંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં તેમનું કામ નોખાણિયા મધ્યે સંતકુંવર મંદિર ખાતે ચાલી રહ્યું છે. ફરિયાદી તા.15-3ના સવારના અગીયાર વાગ્યે ઉપરોક્ત મંદિરે ગયા ત્યારે સેંટીંગ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતી લોખંડની પ્લેટો તથા લોખંડના એંગલો સ્થળ પર હતા, જ્યારે સાંજના આશરે ચારેક વાગ્યે તપાસતા લોખંડની 10 પ્લેટો તથા લોખંડના 8 એંગલ મળી કિ.રૂ. 10,000નો સામાન નજરે ન પડતાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.