ભીમાસર નજીક દેશી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

આડેસર પોલીસની પેટ્રોલીંગ દરમિયાન દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. પોલીસે ભીમાસરથી રવેચી પાટિયાવાડી વિસ્તારમાં ટગા ગામના દિન મામદ ઈસ્માઈલ હિંગોરજા ઉ.વ.42 ના કબ્જામાંથી દેશી બનાવટની બંદુક 1 કિંમત રૂ. 2 હજાર લોખંડના છરા ગન પાઉડર સહિત રૂ. 2100નો મુદામાલ  જપ્ત કરાયો છે. બંદુક કયાથી લેવાઈ હતી, કોને આપવાની હતી તેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે હથિયાર ધારા મુજબનો ગુનો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *