ભચાઉ તાલુકાનાં મોટી ચીરઈમાં રૂ. 7,11,000 લાખનો ઇંગ્લિસ શરાબ પકડાયો

0
09_12_2017-policecrimer

ભચાઉ તાલુકાનાં મોટી ચીરઈ સીમમાં રાત્રિના અરસામાં પોલીસે દરોડો પાડીને રૂ. 7 લાખનો શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. પરંતુ ત્રણ પૈકી એકેય શખ્સ હાથમાં આવ્યો ન હતો. જ્યારે ગાંધીધામના કાર્ગોમાં આવેલી ઓરડીમાંથી પોલીસે 37 હજારનો દારૂ પકડી પાડ્યો હતો. ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાત્રિના અરસામાં ઇન્ચાર્જ પીઆઇ એસ.જે. ભાટિયા તેમજ ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં તાલુકાનાં જૂની મોટી ચીરઈ સીમમાં કાચા રસ્તે, રેલવે ટ્રેક તરફના ખેતરમાં ત્રણ શખ્સો ટ્રક નં જી.જે.12.ટી. 6022માં શરાબ મંગાવી જથ્થો સગેવગે કરવાની પેરવી કરતાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતા ચીરઈનો કાના વેલા બઢિયા ફરાર થઈ ગયો હતો. પરિણામે પોલીસે બાવળની ઝાડીમાં છુપાવેલા દારૂની 1,044 બોટલ તથા ક્વાર્ટરિયા નંગ 2,304 એમ કુલ મળી રૂ. 7,11,000 નો જથ્થો કબ્જે કરી લીધો હતો. ત્યારબાદ આગળની તપાસ હાથ ધરતાં માંડણ મધા બઢિયા, કાના વેલા બઢિયાએ મોરગરના ઈમરાન યુસુફ રાયમા જેઓ ત્રણેય મદિરા મંગાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાબતે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *