અંજારમાં જાહેરમાં જુગાર રમતા 14 આરોપીઓની અટક

ગાંધીધામ અંજારના વીડી બગીચા નજીક તેમજ લક્ષ્મી ટોકિઝ નજીક પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 14 આરોપીઓને ઝડપી લીધા હતા. સવારના અરસામાં પોલીસે વીડી બગીચા નજીક દરોડો પાડ્યો હતો. ત્યારબાદ જાહેરમાં ધાણીપાસા વડે જુગારનો ખેલ ખેલતા મોહસીનશા ઈબ્રાહીમશા શેખ, હુશેન ગાભા જત, જુસબ સિધિક જત, રામજી ઉમર જત, નાનજી જીવણ કોલી, મામદ રફીક લતીફ નોડે, જાનમામદ ઈબ્રાહીમ મથડા, ઈમરાન તાલબ પઠાણ, ઉમર ઈસ્માઈલ જત, જુસબ ઈસ્માઈલ જત, અજીજ મામદ જત તથા ફિરોજ દાઉદ રાયમાની અટક કરી લીધી હતી. તેમજ શખ્સ પાસેથી રોકડ રકમ રૂ. 21,140 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તો વળી, અન્ય એક બનાવમાં પોલીસે લક્ષ્મી ટોકિઝ તરફના રસ્તા પર શેરીમાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો જમનશા કાસમશા શેખની અટક કરાઇ હતી અને તેની પાસેથી રોકડ રકમ રૂ. 760, આંકડા લખવાનું સાહિત્ય વગેરે મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેમજ બંને ઘટનામાં શખ્સ સામે ગુનો નોંધી અંજાર પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *