ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી નખત્રાણા પોલીસ
ગત તા-૨૧/૦૧/૨૦૨૩ના રોજ નખત્રાણા ટાઉનમાં ફરીયાદીશ્રી હીરાબેન ગોસ્વામીના ઘરે ચોરીનો બનાવ બનેલ. જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરવામાં આવેલ. આ ફરીયાદીશ્રી હીરાબેન વયોવૃધ્ધ અને વિધવા હોય તેમજ એકલા નિરાધાર હોય જેથી આ બનાવ પડકારજનક અને ગંભીર હતો. જે અનુસંધાને મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભોગરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ આ ગુન્હો શોધી કાઢવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
આ ગુન્હાની તપાસ પો.ઈન્સ.શ્રી આર.જે. ઠુમ્મરનાઓ ચલાવી રહેલ હતા. આ દરમ્યાન નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. મુકેશભાઈ સાધુ તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા નાઓને હ્યુમન રીસોર્સથી બાતમી મળેલ કે ફરીયાદીના સબંધી સમીરગીરી નરેશગીરી ગોસ્વામી રહે-નખત્રાણા વાળો આ ગુન્હામાં સંડોવાયેલ છે. જેથી તેને પો.સ્ટે. લાવી પુછપરછ કરતા શરૂઆતમાં ગોળ ગોળ બોલી કોઈ ચોક્કસ હકીકત જણાવેલ નહી. બાદ પોલીસની યુક્તિપુર્વકની પુછપરછથી ભાંગી પડી સદર ગુન્હો પોતે અને તેના મિત્ર મંગલ કરમશી રબારી રહે-નખત્રાણા વાળાએ સાથે મળી કરેલ હોવાનું જણાવેલ મંગલ રબારીની તપાસ કરતા તે અડાલજ-ગાંધીનગર ખાતે હોવાની બાતમી મળેલ અને જો તેને સમયસર હસ્તગત કરવામાં ન આવે તો મુદ્દામાલ સગેવગે કરે તેવી પુરી સંભાવના હતી. જેથી નખત્રાણા પોલીસે આ બાબતે અડાલજ પી.આઈ. શ્રી સાજન મુછાળ તથા પી એસ આઈ. શ્રી વી.બી. વાઘેલા અને તેમની ટીમની મદદ લઈ તેમની સાથે મળેલ હકીકત શેર કરતા તેઓએ ખુબ જ સમજદારીથી તપાસ કરી આરોપી હસ્તગત કરી નખત્રાણા પોલીસને જાણ કરેલ. જેને લેવા તાબડતોબ સર્વેલન્સ ટીમ ગાંધીનગર રવાના કરવામાં આવેલ. બન્ને આરોપીઓને સાથે રાખી પુછપરછ કરતા ગુન્હામાં ગયેલ મુદ્દામાલ બન્નેએ પોતપોતાના ઘરે સંતાડી રાખેલાનું જણાવેલ. જેથી પંચો સાથે પ્રાચીનગર-3 ખાતે આવેલ સમીરગીરી ગોસ્વામીના ઘરે ઘરની પાછળ આવેલ બાવળની ઝાડીમાં સંતાડેલ મુદ્દમાલ રજુ કરેલ. બાદ મફતનગર ખાતે આવેલ મંગલ રબારીના ઘરે પોતાની ટી.વી.માં સંતાડેલ મુદ્દામાલ હોય જે પોલીસે ટી.વી. ખોલી શોધી કાઢેલ. સદર ગુન્હો આચર્યા બાદ બન્ને આરોપીઓ બનાવની રાતે જ રામેશ્વર મેદાન નખત્રાણાની બાજુમાં આવેલ પડતર જગ્યામાં ફરીયાદીશ્રી હીરાબેનનો થેલો તથા સોના ચાંદીના દાગીનાના ખાલી બોક્ષ તથા ડબ્બીઓ અને બીજો બિનજરૂરી સામાન સળગાવી નાશ કરેલ. બન્ને આરોપીઓ તથા પંચોને સાથે રાખી સદર જગ્યાએ જતા બળેલ થેલાના અવશેષો મળી આવેલ. આમ આરોપીઓએ પુરાવાનો નાશ કરવાની કોશિશ કરેલ હોય આઈ.પી.સી. કલમ ૨૦૧ નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરેલ છે.