વડવા ત્રણ રસ્તા નજીક શરાબ સાથે એક પકડાયો

નખત્રાણા તાલુકાનાં ત્રણ રસ્તાથી રેહા તરફના કાચા રસ્તે પોલીસે શરાબ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે ઇસમોઓ મળ્યા ન હતા. ત્રણેય સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રોનક પરેશભાઇ ઠક્કર કે જે પોતાની રિક્ષા નંબર જી.જે.12.ઝેડ.5240 કિંમત રૂ. 50,000 માં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ ભરેલી બોટલો નંગ 34 કિંમત રૂ. 11,900 સાથે ઝડપાઇ ગયો હતો. આમ પોલીસે કુલ રૂ. 61,900નો મુદામાલ જપ્ત કર્યો હતો. રોનકને ઝડપીને આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય ઈસમ પુનીત ભારદ્રાજ ઉર્ફે પુનીત લંગડો તથા મહેશસિંહ જાડેજાને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.