કુંભારીયાની સીમમાંથી 20 હજારના કેબલની તસ્કરી

અંજાર તાલુકાનાં કુંભારીયા ગામની સીમમાંથી 20 હજારના કેબલની તસ્કરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશને બાપાલાલ લાલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. કુંભારીયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી કોઈ અજાણ્યા ઇસમો દ્રારા જુદી-જુદી સાઈઝના કેબલની કિંમત રૂ. 20 હજારની તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.