માંડવીની ચોરીના કેસમાં 13 વર્ષથી ફરાર ઈસમ પકડાયો

માંડવીની ચોરીમાં નાસતા ફરતા ઇસમની 13 વર્ષ બાદ અટક કરવામાં આવી છે. આ ઇસમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો છે. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રાજસ્થાનના બજુગામના ઈશ્વરદાન ખુમદાન ગઢવીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જુદી જુદી ટીમ ગુજરાત રાજ્ય બહાર કાર્યવાહી અર્થે હતી. તે દરમિયાન બાતમી મળતા આ ઇસમની અટક કરવામાં આવી હતી. જેને લઈને પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય એવો તાલ સર્જાયો હતો. અત્યાર સુધી આ ઈસમ ક્યાં ક્યાં રહેતો હતો, કોની સાથે સંડોવાયેલો હતો તેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ તેને માંડવીની કોર્ટમાં રજૂ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *