વડોદરા : દરજીપુરા ગામમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

વડોદરા તાલુકાના દરજીપુરા ગામમાં રહેતા મહેન્દ્ર રાવજી ગોહિલના ઘરમાંથી રૂપિયા ૫૯,૦૩૦ ના ભારતીય બનાવટનો વિદેશી શરાબ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે દરજીપુરા ગામમાં રહેતા મહેન્દ્રના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો સંતાડેલ છે.બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. પી. પરમારે ટીમના માણસોને સાથે રાખી ઉપરોક્ત બાતમી વાળા શખ્સના ઘરે રેડ પાડતા તેના ઘરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલ નંગ ૩૫૦ કિંમત રૂ. ૫૯,૦૩૦ સાથે મહેન્દ્રની ધરપકડ કરી કાયદેસર તપાસ કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવેલ છે.