ભુજ તાલુકાનાં બળદીયા ગામના બસ સ્ટેશનની આગળ ગોલાઈ પાસે ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

ભુજ તાલુકાનાં બળદિયા ગામે બસ સ્ટેશન પાસે આવેલી ગોળાઈ ઉપર ટેમ્પો નંબર GJ AY 7365 વાળાના ડ્રાઈવરે અચાનક ટેમ્પોના સ્ટેરિંગ ઉપર થી કાબૂ ગુમાવતાં તેમાં ભરેલ મોટા મશીનના લીધે ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. પરંતુ સદનસીબે કોઈ ઇજા પહોચી ન હતી. આ ટેમ્પો રોડની બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં પલ્ટી મારી ગયો હતો.