મુન્દ્રા તાલુકાનાં બરોઈ ગામે ગ્રામ સભામાં પાણી ની સમસ્યા બાબતે વોરા કોલોની ના રહેવાશીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાઇ

મુન્દ્રા તાલુકાનાં બરોઈ ગામે ગઇકાલે સભા યોજવામાં આવી હતી. બરોઈ પંચાયત માં કુલ ૧૮ સદસ્યો ચૂંટાયેલા છે. પરંતુ આ ગ્રામ સભામાં સરપંચ,ઉપ સરપંચ અને વોર્ડ નં ૧૧ માં ચૂંટાયેલા જયાબેન જ ફક્ત હજાર રહે હતા. આ પ્રસંગે ગ્રામ લોકો આક્રોશ ઠાલવ્યો હતો કે ચૂંટણી સમયે ખોટા વાયદાઓ કરીને પ્રજા ને છેતરયા છે. જયારે વોરા કોલોની ની અંદર છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા છે.

જેની રજૂઆત આ વિસ્તારના લોકો દ્વારા ગ્રામ પંચાયત માં કરવામાં આવી હતી. સરપંચ શ્રી જીવણભાઈ જાડેજા એ તેમને આશ્વાશન આપી સમજવ્યું હતું કે આ પ્રોજેકટ મોટો છે. અંદાજે આના માં ૧૨ કરોડ જેટલો ખર્ચ છે. જેની ઉપલી શાખામાં રજૂઆત કરાઈ છે. માટે તાત્કાલિક નિરાકરણ આવે તેવો અમારો પ્રયત્ન રહેશે.