કારમાં દારૂની હેરફેર કરનાર મહિલા સહિત ત્રણની અટકાયત
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ.વી.જોષી હાઈવે પુલિયા પાસે પહોચતા પો.કોન્સ ઈશ્વરસિંહ જાડેજા તથા હિરેનકુમાર મહેશ્વરીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મનીષ રસિકલાલ દાફડા તથા પ્રેમિલાબેન મહેશ્વરી મહિન્દ્રા ટી.યુ.વી 300 GJ-12-CG-8491 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યા છે.
પોલીસ બાતમીના આધારે વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી આવતા ઈશારા વડે કારને અટકાવી કારમાં તલાસી લેતા દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની 57 બોટલ કિ.રૂ.45,750 તથા ક્વાટરિયા નંગ 45 કિ.રૂ.11,250 તેમજ કાર કિ.રૂ.6,00,000 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.40,000 મળી કુલ કિ.રૂ.6,97,000નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે કારમાં રહેલ મહિલા આરોપી પ્રેમિલાબેન નિમેષભાઇ મહેશ્વરી તથા મનીષ રસિકભાઈ દાફડા તેમજ અમૃત ટોપણદાસ મંગેની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- પ્રેમિલાબેન નિમેષભાઇ મહેશ્વરી ઉ.વ.28 રહે. ગાંધીધામ
- મનીષ રસિકભાઈ દાફડા ઉ.વ. 31 રહે. ગાંધીધામ
- અમૃત ટોપણદાસ મંગે ઉ.વ. 38 રહે. અંજાર