ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે એક્ટિવામાં હેરફેર થતો શરાબનો જથ્થો ઝડપ્યો: આરોપી ફરાર
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રી રામ બ્લોકના કારખાના પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મેઘપર બોરીચીમાં રહેતો હેમારામ જાટ GJ-12-CK-2100 એક્ટિવા દ્વારા જી.આઈ.ડી.સી મધ્યે આવેલ એસ.આર. ઈમપેક્ષ ની પાછળની ગલીમાં દારૂનો વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા ઉપરોક્ત બાતમી હકીકત વાળી એક્ટિવા મળી આવી હતી. પોલીસે એક્ટિવાની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 750 મી.લીની 12 બોટલો મળી આવી હતી. પોલીસે એક્ટિવા કી.રૂ.30,000 તેમજ શરાબ કિ.રૂ.5,290 મળી કુલ કિ.રૂ. 35,290નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.