જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ
મુન્દ્રા પોલીસ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, નદીવાળા નાકે હસનપીર બજાર પાસે રહેતો જુસબ ખોજા જાહેરમાં આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત આરોપી હુસેન જુસબ ખોજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 590 કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- હુસેન જુસબ ખોજા ઉ.વ.46 રહે. હસનપીર બજાર ચોક, મુન્દ્રા