સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા: 2,41,400નો મુદ્દામાલ જપ્ત

સામખિયાળી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી 2,41,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

સામખિયાળી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન મહેસાણાનગર પાસે પહોચતા મયુરસિંહ ધીરૂભા જાડેજાઓને ખાનગી રહે બાતમી મળી હતી કે, સામખિયાળી ગામમાં રબારી સમાજવાડી પાછળ જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 85,400 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.6000 તથા GJ-18-AM-3916 બોલેરો ગાડી કિ.રૂ.1,50,000 મળી કુલ કિ.રૂ.2,41,400નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. ભરતભાઈ ગોવિંદભાઈ બારોટ ઉ.વ. 46 રહે. જંગી રોડ સામખિયાળી
  2. કરશનભાઈ દાનાભાઈ કોલી ઉ.વ.71 રહે. કોલી વાંઢ તળાવની બાજુમાં વિજપાસર
  3. અનવર અબ્દુલ માજોઠી ઉ.વ.47 રહે. શાંતિનગર આંબલીયારા રોડ સામખિયાળી
  4. ટપુભાઈ વાલાભાઈ કોલી ઉ.વ.48 રહે. રબારી સમાજવાળી પાછળ મહેસાણા નગર સામખિયાળી