ગાંધીધામના સશત્ર હુમલાના કેસમાં તમામ પાંચ આરોપી થયા જામીનમુક્ત

ગાંધીધામ શહેરમાં શકિતનગર વિસ્તારમાં આંબેડકર ફળિયામાં 26 વર્ષીય યુવાન ઉપર થયેલા સશત્ર હુમલાના કેસમાં તમામ પાંચ આરોપીને અદાલતે જામીન આપ્યા હતા. ધારિયા, ગુપ્તી અને ધોકા વડે હુમલો થવાના આ કેસમાં પોલીસે મોહન દેવજીભાઇ ભાગવંત (માતંગ), ભાવેશ ઉર્ફે ભાવુ બાબુભાઇ રોશિયા, નીતિન વાછિયાભાઇ સીજુ, કિરણ કમલેશભાઇ મેઘાણી અને હરચંદભાઇ બહાદુરભાઇ પરસોંડાની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી ગાંધીધામમાં સેશન્સ જજ સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી’ તમામ પાંચ આરોપીને જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપીઓ વતી વકીલ તરીકે નીતેશ એસ. દેવલિયા, નરેશ વી. મંગેરિયા, ફારૂક એમ. ચાવડા અને જિજ્ઞેશ બી. માંગલિયા રહ્યા હતા. -.