મીઠી રોહરમાં પૂર્વે થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી દંપતી પર હુમલો કરાયો

મીઠી રોહરમાં પૂર્વે થયેલ  ઝઘડાનું મનદુ:ખ રાખી એક શખ્સે વૃદ્ધ દંપતી ઉપર ધારિયા વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.  મીઠી રોહરના અબુબખર પીરની દરગાહની બાજુમાં રહેતા ફરિયાદી હુસેન ઓસમાણ વારા (મુસ્લિમ) ગત તા. 24-3ના પોતાના ઘરે હતા ત્યારે આરોપી સિકંદર ઉર્ફે સિકલો અબ્દુલ ધોના ત્યાં આવી પૂર્વેના ઝઘડાનું મનદુ:ખ રાખી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા  આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમના ઉપર ઊંધા ધારિયા વડે હુમલો કર્યો હતો. તે દરમિયાન ફરિયાદીના પત્ની ધનબાઈ વચ્ચે પડતાં આ શખ્સે તેમના પર પણ ધારિયા વડે હુમલો કર્યો હતો. આ સમયે રાડારાડ થતાં આ શખ્સ ત્યાથી નાસી ગયો હતો. ઇજા પામેલ દંપતીને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.  ફરિયાદીને ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.