વીગોડીની વાડીમાથી 3 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો: 3 આરોપીઓ ફરાર

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ- કચ્છ ભુજની ટીમે બાતમીના આધારે 3,07,100નો શરબનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગરો પોલીસને જોઈને નાસી જવામાં સફળ રહ્યા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ- કચ્છ ભુજની ટીમ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રવાપર ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને બાતમી મળી હતી કે, રાસુભા તગજી સોઢા તથા બળૂભા તગજી સોઢા વિગોડી ગામે રામદેવસિંહ અરવિંદસિંહ જાડેજા સાથે મળી વિગોડી થી હાઇવે તરફ જતાં રોડ બાજુ આવેલ રામદેવસિંહ ની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત વાડીમાં દરોડો પાડતા ત્રણેય આરોપીઓ પોલીસને જોઈ GJ-12-CP-7773 સ્કોરપીઓ ગાડીમાં બેસી રવાપર તરફ કાર ભગાડી અંધારોનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે વાડીમાં તપાસ કરતાં વાડીના ખરામાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની 750 એમ.એલ.ની 773 બોટલો કી.રૂ.2,95,100 તથા બીયર ટીન નંગ 120 કિ.રૂ. 12,000 મળી 3,07,100નો શરબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો હસ્તગત કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરાર આરોપીઓ:

  1. રામદેવસિંહ અરવિંદસિંહ જાડેજા રહે. વિગોડી
  2. રાસુભા તગજી સોઢા રહે. સોઢા કેમ્પ ખાનાય
  3. બળૂભા તગજી સોઢા રહે. સોઢા કેમ્પ ખાનાય