મથલમાં ઘરમાં ઘૂસી સામાન તથા રોકડની ચોરી કરનાર ચોર રંગે હાથે ઝડપાયો

આ અંગે મણીલાલ ખીમજી પટેલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.29-3ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેમના પત્ની સાથે યોગેશ્વર ભગવાનના સ્વાધ્યાય કેન્દ્રમાં ગયેલ હતા. તે દરમિયાન પોણા દસ વાગ્યાના અરસામાં તેમના પાડોશમાં રહેતા રાજેશ નારાણ પટેલે ફોન દ્વારા જણાવેલ કે, તમારા ઘરમાં તોડ ફોડનો અવાજ આવતો હોવાથી ત્યાં જઈ જોતાં સિંધિક જુસા લુહાર તમારા ઘરમાથી બહાર નીકળી કપૂરીયા છેલા તરફ ભાગતો નજરે પડ્યો હતો. જેથી તેને પકડી લીધેલ છે. જેથી ફરિયાદીએ ઘરમાં જઈ તપાસ કરતાં ઘરનું સામાન વેર-વિખેર પડેલ હતો અને કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 13,000 જોવા ન મળતા તેની ચોરી કરી નાસ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. થોડા સમયમાં પોલીસ આવી જતાં તેને આરોપી સિધિકને પકડી લઈ ગયેલ હતી. આમ, ફરિયાદીએ પોતાના ઘરમાં રોકડ તથા સામાનની ચોરી કરનાર આરોપી સિંધિક જુસા લુહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.