ભુજ સુધરાઇના સેવાભાવી કલાર્ક પર અજાણ્યા ઇસમોનો પાઇપ વડે હુમલો

ભુજ નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુધરાઈ કર્મચારી પર બે અજાણ્યા ઇસમોએ પાઇપથી હુમલો કરતાં ચકચાર પ્રસરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે હુમલાની ઘટના મંગળવારના સાંજના અરસામાં રધુવંશી ચોકડીથી આગળ જતાં રસ્તા પર મિસ્ત્રી બોર્ડિગ નજીક બની હતી. દર્શકભાઈ દાતાએ આપેલી મીઠાઈનું ગરીબોને વિતરણ કરી દ્વિચક્રી વાહન પર જતાં હતા ત્યારે અચાનક એક સફેદ રંગની કાર તેમના વાહન આગળ આવીને ઉભી રહી હતી. તે કશું સમજે તે પહેલા કારમાંથી 25થી30 વર્ષની વયના બે અજાણ્યા યુવકો લોખંડના પાઇપ સાથે બહાર આવ્યા હતા. અને તેમના પગમાં પાઇપ વડે હુમલો કરી જતાં રહ્યા હતા, દર્શકભાઈની દલીલોને ધ્યાને લીધા વિના અજાણ્યા ઇસમોઓ ફરાર થઈ ગયા હતા. હુમલામાં તેમણે જમણા પગે ધુંટણથી પંજા સુધી ફેકચર સહિતની ઇજાઓ પહોચાડી છે. બનાવ અંગે ગત રાત્રે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *