વરસાણાની ખાનગી કંપનીના 60 કન્ટેઇનર યાર્ડમાંથી તસ્કરોએ 10 લાખની કિંમતના ઢાંકણા કર્યા ચોરી

અંજાર તાલુકાનાં વરસાણા ગામની આવેલી ખાનગી કંપનીના 60 કન્ટેઇનર યાર્ડમાંથી ઈસમો 10 લાખની કિંમતના ઢાંકણા ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોરીની ઘટના 6થી12 ડિસેમ્બરની વચ્ચે બનવા પામી હતી. વરસાણા સમીયે આવેલી નોમા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના કન્ટેઇનર યાર્ડમાંથી કન્ટેઇનરના ઢાંકણા નટ બોલ્ટથી ખોલી 20 ઢાંકણાઓની તસ્કરી થઈ છે. જેની કિંમત રૂ. 10 લાખ આંકવામાં આવી છે. ઘટના અંગે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે.