ચેક પરતના કુલ ૫ કેસોમાં કુલ રૂપિયા ૧,૫૦,૦૦,૦૦૦/-(એક કરોડ પચાસ લાખ પુરા)ના આરોપીને નિર્દોષ છોડી મુકતી ગાંધીધામની અદાલત.       

ગાંધીધામના રહીશ શ્રી હરીશભાઈ પરષોતમ ચંદવાનીએ ગાંધીધામના રહીશ શ્રી જનકભાઈ ચંદીરામ સુખવાણી ઉપર કુલ ૧,૫૦,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ પુરા)ના કુલ ૫ કેસો કરેલ છે. જેમાં ફરિયાદીને આરોપીએ ૩૦,૦૦,૦૦૦/-(એક ત્રીસ લાખ પુરા)ના કુલ ૫ સેલ્ફના ચેકો આપેલ હતા.જે આ કામે આરોપીએ આ કામના ફરિયાદીને મુન્દ્રા તાલુકાના ગામ કપાયા, બિનખેતી થયેલ જમીનના અલગ અલગ પ્લોટ લીધા અંગેનો સોદો થયેલ હતો. જે અનુસંધાને આ કામે આરોપીએ આપેલ ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી વિરુધ નેગોશિયેબલ ઇન્સટુમેન્ટ એક્ટ તળે ફરિયાદ દાખલ કરેલ હતી, આ કામે ફરિયાદીની ફરિયાદમાં ઘણી બધી ખામીઓ હતી, જેથી નામદાર કોર્ટે પણ આ જીણી જીણી ખામીઓને નજરમાં રાખેલ અને આરોપીના વકીલની દલીલો અને તેમના તરફથી રજુ કરેલ અલગ અલગ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ ગાંધીધામના પાંચમાં અધિક ચીફ જુડી.મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી આસુતોષ રાજ પાઠક સાહેબ દ્બારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આર.ટી.લાલચંદાણી તેમજ જુનિયર વકીલ મમતાબેન આહુજા, જયેશ યુ સોલંકી તથા રાજેશ કે માલી હાજર રહેલ હતા.