છરી થી હુમલાની ફરિયાદ સામે મારવાની પ્રતિ ફરિયાદ નોંધવાઇ

હંગામી આવાસમાં યુવાનો બાખડી પડતા યુવાન ઉપર છરીથી હુમલો થયાની ફરિયાદ સામે મારામારીની પ્રતિ ફરિયાદ લખવાઇ હતી. હંગામી આવાસમાં સોહિમ અલીમામદ હાલેપોત્રા ઉ.વ 20 ને છરી વડે હુમલો કરી ફરિયાદ લખાવી હતી. જેમાં જુની અદાવતમાં હિમાંશુ ગોર અને હર્ષીલ ગોરે છરી અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો તેવી ફરિયાદ સામે હીમાંસુ જવાહરલાલ ગોરે ઉ.વ 42 સામે મહેબુબ અલીમામદ હાલેપોત્રા, સોહિમ અલીમામદ હાલેપોત્રા સામે ફરિયાદ લખાવી હતી. છકડો પાછળ લેવા અંગે મામલો બીચક્યો હતો. છૂટા પથ્થરોથી અને હાથથી મારમર્યાનું ફરિયાદમાં લખવાયું છે.