ધ્રોબાણા ગામની સીમમાં આવેલ કંપનીના સ્ટોરમાથી 6.12 લાખના વાયરની તસ્કરી
આ અંગે રાકેશકુમાર બ્રિજનંદનસિંગ રાજપુતે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ જ્યોતિ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની મુંબઈ, મહારાષ્ટ્ર માં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા ભુજ થી આર.ઈ પાર્ક સુધી ટ્રાન્સ મીશન લાઈન ટાવરનું કામ ચાલુ હોઈ માલસામાન રાખવા માટે ધ્રોબાણા સિમ વિસ્તાર સર્વે નં.26 જમીન ભાડે રાખી ફેશીંગ કરી સ્ટોર બનાવવામાં આવેલ છે. જે સ્ટોરની ફેશીંગમાથી પાછળના ભાગેથી પ્રવેશ કરી ચોરે વાયર ચોરીને અજામ આપ્યું હતું.
ફરિયાદી તા.10-4ના ભુજ મધ્યે હતા તે દરમિયાન કંપનીના સ્ટોર કીપર ધર્મેન્દ્રકુમાર રામપરવેશ સિંગે ફરિયાદીને ફોન દ્વારા જણાવ્યુ હતું કે, કંપની દ્વારા ભાડે રાખેલ જગ્યાએથી વાયર ચોરી થયેલ છે. જેથી ફરિયાદીએ ઘટના સ્થળે જઈ ખાત્રી કરતાં ડ્રમમાથી આશરે 2100 મીટર જેટલો એલ્યુમિનિયમ-કોપર વાયર કટીંગ કરી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેની કી. 6,12,150 આંકવામાં આવી છે. આ ચોરીની ઘટના તા.2-4થી 10-4 દરમિયાન થઈ હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.