માંડવીમાં 323 ગ્રામ માદક પદાર્થ પોસડેડા સાથે એક શખ્સ ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોડ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે વાહન ચેકિંગ દરમિયાન થાર કારના ચાલકને માદક પદાર્થ પોસડેડા સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસ ટીમ માંડવી-નલિયા વચ્ચે સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર ઘનશ્યામ રેસ્ટોરેન્ટની સામે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક કાળા કાચ તથા નં. પ્લેટ વિનાની થાર ગાડી આવતા કારને અટકાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારના ચાલક દેવરાજ ઉર્ફે ખુશાલ રતનભાઈ ગઢવીના કબજાની થાર ગાડીની તલાસી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગાડીમાથી રૂ.970.50ની કિંમતના 323.5 ગ્રામ પોસડેડા મળી આવ્યા હતા. પોલીસે આરોપી દેવરાજ ઉર્ફે ખુશાલ રતનભાઈ ગઢવી ની ધરપકડ કારી આરોપી પાસેથી પોસડેડાનો જથ્થો કી.રૂ.970.50 તથા થાર ગાડી કી.રૂ.15,00,000 એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા 2730 મળી કુલ કિ.રૂ.15,08,700.50નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
પોલીસે પકડાયેલા શખ્સની પુછતાછ કરતાં આ પોસડેડા ભચાઉ-ગાંધીધામ હાઈવે ઉપર આવેલી મીની પંજાબ હોટલમાં રહેતા અજાણ્યા શખ્સ પાસેથી ખરીધ્યા હોવાની કેફિયત આપી હતી. પોલીસે બન્ને ઈસમો વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- દેવરાજ ઉર્ફે ખુશાલ રતનભાઈ ગઢવી ઉ.વ.29 રહે. પાંચોટીયા