ગઢશીશામાં દુકાન માલિકની દુકાનમાથી કિ.રૂ.1.29 લાખના મોબાઈલની ચોરી
ગઢશીશામાં દુકાનના સ્ટેન્ડ પર મુકવામાં આવેલ ફોનની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ ગઢશીશામાં રહેતા અને ટાયર પંચરનું કામ કરતાં મોહમદ સદામ મુમતાજ અંસારીએ ગઢશીશા પોલીસ મથકે નોંધાવી હતી.
આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.13-4ના રાબેતા મુજબ ગઢશીશા શિવાજી નગરની આગળ માંડવી નખત્રાણા હાઇવે રોડ પર પોતાની માલિની મદ્રાસ ટાયર પંચરની દુકાને આવેલ હતો. તે દરમિયાન તેમના પિતાજી દુકાને હાજર હતા અને ત્રણ ગ્રાહક બાઇક દ્વારા પંચર કરાવવા તેમજ ટાયર ખરીદવા આવેલ હતા. તે દરમિયાન ફરિયાદીએ પોતાની માલિકીનું આઈફોન કંપનીનો 13 પ્રો મોડલનો મોબાઈલ ફોન દુકાનમાં આવેલ સ્ટેન્ડ પર રાખી પંચરનું કામ કરવા લાગી ગયેલ હતા. ગ્રાહકોના ચાલ્યા ગયા બાદ અડધા કલાક પછી ફરિયાદી દુકાનના સ્ટેન્ડ પર મુકેલ મોબાઈલ જોતાં મોબાઈલ નજરે પડ્યો ન હતો. તેમજ આસપાસ તપાસ કરતાં કયાય મળી આવ્યો ન હતો. ઉપરાંત ફોન નં પર ફોન કરતાં ફોન બંધ આવતો હોઈ ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જે ફોનની કિ. 1,29,000 આંકવામાં આવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.