ભુજમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો
એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાનુશાલી નગરમાં રહેતો સચિન પ્રહલાદભાઈ ઠક્કર પોતાના રહેણાંક મકાનના બહારના ભાગે મોબાઇલમાં હાલમાં ચાલી રહેલ રાજસ્થાન રોયલ તથા ગુજરાત ટાયટન્સ ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી સચિનને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. 5,700 તથા મોબાઈલ ફોન કિ.રૂ.10,000 , નોટબુક તથા બૉલપેન એમ કુલ કિ.રૂ.15,700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.