મુન્દ્રાના ગુંદાલામાં દીનદહાડે ઘરમાથી 53 હજારની તસ્કરી
મુન્દ્રાના ગુંદાલામાં પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો અને ચોરે ઘરમાં હાથ ફેરો માર્યો.
પરિવાર 2 કલાલ ઘરથી બહાર ગયો અને ઘરમાં ચોર ત્રાટકી ચોરીની અંજામ આપતા ચકચાર મચી હતી.
આ અંગે ગુંદાલામાં રહેતા રઘુનાથ શીવનાથ રાઠોડે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું હતું કે, તેઓ ગઈ કાલ બપોરે સવા બાર વાગ્યાના અરસામાં તેમના પરિવાર સાથે મંગરા મધ્યે લગ્નપ્રસંગે ગયા હતા. ત્યારબાદ બપોરે અઢી વાગ્યાના અરસામાં પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા. તે દરમિયાન તેમના પુત્રવધૂ ધનવંતી બેન ઉપરના રૂમમાં જતાં રૂમના દરવાજાનો તાળું તૂટેલ જોવા મળ્યું હતું. જેથી ફરિયાદી તથા તેમના પરિવારે ઘરમાં તપાસ કરતાં રસોડા તથા રૂમમાં સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. ફરિયાદીએ રૂમમાં જઈ શેટીમાં મુકેલ દાગીના તપાસતા ચાંદીની પોચી, ચાંદીના પટ્ટા, સોનાની બુટ્ટી સર મળી કિ.રૂ.35,170ના દાગીના તેમજ રોકડ રૂપિયા 18,000 મળી કુલ.કિ.રૂ. 53,170ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.