ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કારમાથી 94 હજારના શરાબ સાથે એકને ઝડપ્યો: 3  ફરાર

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાથી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે 3 આરોપીઓ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ટાટા કંપનીની સફેદ કલરની નેકસોન ફોર વ્હીલર નં.GJ-12-FB-3641 વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી જી.આઈ.ડી.સી. હરીશ ટ્રાન્સપોર્ટ બાજુથી શિવ ગ્રાન્ડ હોટલ તરફ આવી રહ્યો છે. પોલીસ બાતમીના આધારે શિવ ગ્રાન્ડ હોટલ પાસે રોડ પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન ઉપરોક્ત હકીકત વાળી ગાડી ગાડી આવતા પોલીસે તેને હાથના ઇશારા વડે અટકાવવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે કાર હંકારી મૂકી હતી. પોલીસે કારનો પીછો કરી સુંદરપુરી ત્રણ રસ્તા પાસે કારને અટકાવી આરોપી દીપકભાઈ ખેમસિંગભાઈ પંડ્યાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીની ડીકીમાથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 5 પેટીઓ મળી આવી હતી. પોલીસે આરોપીના કબજામાથી કી.રૂ.94,200નો શરબનો જથ્થો, એક મોબાઈલ ફોન કિ.રૂ.10,000 તથા રોકડા રૂ.2,600 તથા કાર કિ.રૂ.6,00,000 મળી કુલ કિ.રૂ.7,06,800નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ વિદેશી દારૂની પેટીઓ ગાંધીધામ જી.આઈ.ડી.સીમાથી ગાંધીધામ રહેતા સુરેશ માતંગે એક શખ્સ દ્વારા મોકળાવેળ હતી. અને પોતે આ દારૂ આદિપુર રહેતા ગોપાલ ધનવાણીને આપવાનો હોવાનું જણાવ્યુ હતું. જોકે દરોડા દરમિયાન ઉપરોક્ત આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.