અંજારમાં બ્લોકના વાડામાથી 81,600નો શરાબ ઝડપાયો

અંજાર પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજૂ આહીર તથા જૂસબશા શેખ ઓકટ્રોય ચોકડીથી કળશ સર્કલ જતાં ડાબી બાજુ રાજૂ આહિરના કબજાના ભોગવટાના બ્લોકના વાડામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂ રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી રાજુ અરજણભાઇ આહીર (ઉ.વ.38)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાડાની તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મીલી.ની.192 બોટલ કિ.રૂ.67,200 તથા 144 નંગ ક્વાટરિયા કિ.રૂ.14,400 મળી કુલ 81,600નો શરાબ મળી આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાથી શરબનો જથ્થો એક મોબાઈલ ફોન કિ.રૂ.5,000 મળી 86,600નો મુદામાલ હસ્તગત કર્યો હતો. અહીં આ દારૂ તેનો ભાગીદાર જુસબશા શેખ રાખી ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે દરોડા દરમિયાન આરોપી જૂસબશા શેખ હાજર મળી આવ્યો નહતો. પોલીસે આરોપીને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરી છે.