માનકૂવામાં દીનદાહદે તસ્કરોએ બારીના સળિયા વાળી ઘરમાંથી 45 હજારની તસ્કરી આચરી…
માનકૂવામાં દીનદહાડે દિવસે માત્ર બે કલાકના સમયગાળામાં જ તસ્કરો બંધ ઘરના બારીના સળિયા વાળી ઘરમાં ઘૂસી 45 હજારના મુદ્દામાલની તસ્કરી આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે
આ અંગે માનકૂવાના ભારાસર રોડ મધ્યે રહેતા ટ્રકચાલક ઇસ્માઇલ ઓસમાણ બાફણે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, બપોરે 12 વાગ્યે તે તથા તેમનો પરિવાર ઘર બંધ કરીને ડાકડાઇ લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગમાથી બે વાગ્યે પરત આવતાં મકાનના ગેટનો દરવાજો ખોલી ફળિયામાં આવતાં ઘરના દરવાજાની બાજુની બારીના સળિયા વળેલ હાલતમાં નજરે પડ્યા હતા. જેથી ફરિયાદીએ ઘર ખોલીને તપાસ કરતાં તિજોરીનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ કપડાં સહિતનો સામાન વેરવિખેર નજરે પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતાં ચાંદીના અલગ ડિઝાઇન વાળા સાંકળા કિં. રૂા. 25,000 તથા રોકડા રૂા. 20,000 એમ કુલે રૂા. 45,000ના મુદામાલની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.