જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુંદરા પોલીસ
મુંદરા પોલીસ સ્ટાફ જુગાર તથા પ્રોહીની પ્રવૃતિ ડામવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, નાના કપાયામાં શુભમ પેટ્રોલપંપની પાછળના ભાગે આવેલ એલ.એંડ ટી કોલોનીની બહારના ભાગે ઓટલા પર અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય જુગારીઓ પાસેથી રોકડા રૂ.3270 મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- સુજીત સનાતન મંડલ ઉ.વ.38 રહે. નાના કપાયા
- રાહુલ પોહલ નેહ ઉ.વ.20 રહે. નાના કપાયા
- જગન્નાથ રામપદ બાગ ઉ.વ.25 રહે. નાના કપાયા
- જયદેવ બોયમકેશ સરદર ઉ.વ.26 રહે. નાના કપાયા