માંડવી કાંઠે કાર તળે આવી જતાં મહિલાનું મોત નીપજયું

વિન્ડફાર્મ બીચ ખાતે ગોંડલથી આવેલા સત્સંગી મહિલા 72 વર્ષીય પુષ્પાબેન જયરામભાઇ ઠુમ્મરનું  કાર તળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર ચાર બસ માંડવીના દરિયાકાંઠે પ્રવાસે આવી હતી. સાંજના સમયે સત્સંગી એવા 72 વર્ષીય વડીલ પુષ્પાબેન રેતીમાં બેઠા હતા, તે દરમિયાન  ગાડી માટે પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ત્યાં જી.જે. 12-ઇ.ઇ. 5152 નંબરની એન્ડેવર ગાડી પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા પુષ્પાબેન પર કાર ફરી વળી હતી. પુષ્પાબેનનું પરિવાના સભ્યોની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારચાલક કારને પૂરઝડપે હંકારી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.