આદિપુરમાં જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

હાથ કડી

આદિપુર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો વિજય દરગાની અંબે માતાજીનાં મંદિર પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઉપરોક્ત આરોપી વિજય દરગાનીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પૂછતાછ કરતાં આંકડાના કટીંગ મહેશ મખીજા તથા દિનેશ રાઠોડને મોકલી રહ્યો હોવાની કેફિયત આપી હતી. જોકે બંને આરોપીઓ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 1100, એક મોબાઈલ ફોન કિ.રૂ. 9000, ડાયરી તથા પેન મળી કુલ કિ.રૂ 10,100નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.