નખત્રાણાનાં કોટડા (જ.)માંથી 1.14 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ ભુજ

નખત્રાણાના કોટડા (જ.)માંથી એસઓજીએ 11,400ની કિંમતનો માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો હતો.

એસ.ઓ.જી ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોટડા (જડોદર)મા રહેતા રમજુ સીદીક હજામે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખેલ છે. બાતમીના આધારે નખત્રાણા કોટડા (જ) ગામમાં દરોડો પાડી આરોપી રમજુ સિદીક હજામ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તલાસી લેતા  1.14 કિલો ગ્રામ વજનના 11,400ની કિંમતના ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો , રોકડ રૂ. 650 તથા એક મોબાઇલ ફોંન કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ. 12,550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની ગાંજાના જથ્થા  અંગે પૂછપરછ કરતાં આ પદાર્થ આશરે વિષેક દિવસ અગાઉ રાજુભા નામના શખ્સ પાસેથી મંગાવ્યું હોવાનું અને આરોપી રાજુભાનો દીકરો આ ગાંજો આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.