ગાંધીધામમાંથી દારૂની 460 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી પૂર્વ કચ્છ એલ.સી.બી.

પૂર્વકચ્છ એલ.સી.બી.એ ગાંધીધામમાં દરોડો પાડીને રૂા.1.61 લાખના દારૂના જથ્થા સાથે શખ્સને પકડી પાડયો હતો.

પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના જુની સુંદરપુરી વિસ્તારમાં અંબે માતાજીના મંદિરની બાજુમાં આગળ જતી ગલીમાં દારૂ ભરેલી ગાડી આવેલ છે. બાતમીના આધારે  આ સ્થળે દરોડો પાડતા ગ્રે રંગની જીજે. 12. ડીપી. 0571 સ્વીફટ માંથી ત્રણ શખ્સ દારૂના બોક્ષ નીચે ઉતારતા નજરે પડ્યા હતા. દરોડા દરમિયાન 2 આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે આરોપી નરશીભાઈ પાલાભાઈ સીંચ (મહેશ્વરી)ને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે સ્વીફટ ગાડીમાં અને જમીન ઉપર પડેલા દારૂના 460 બોટલ કબ્જે કર્યા હતા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 1.61 લાખનો જથ્થો, રૂા. 1.50 લાખની ગાડી, એકટીવા નં. જીજે. 12. ઈ.સી. 5639 કિ.રૂા. 30 હજાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 3.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નાસી ચુકેલા આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.