ગાંધીધામ – જોધપુર ટ્રેનમાં યુવાનને બેહોશ કરી 30 હજાર ની લૂંટ ચલાવી આરોપી ફરાર

અજાણ્યા શખ્સે યુવાનને બેભાન કરીને રોકડ તથા સોનાની બાલી લઈને છૂમંતર થઈ જવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી.  ફરિયાદી રાજારામ મામરાજ બિશ્નોઈ (ઉ.વ. 28) ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  ગત તા. 25/5ના રાત્રિના 23.15 વાગ્યાના અરસામાં ફરિયાદી ગાંધીધામ – જોધપુર ટેનના જનરલ કોચમાં બેઠા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમની સાથે મિત્રતા કેળવીને ઠંડુપીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી બેભાન થઈ ગયા હતા. આ આરોપીએ યુવાનના રોકડા રૂા.30 હજાર તથા સોનાની બાલી  લઈને પલાયન થયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.