સામખિયાળીમાં ટ્રેઈલરચાલકને ડમ્પરે અડફેટે લેતાં યુવકનું મોત
સામખિયાળીમાં ટ્રેલર ચાલક ફોન પર વાત કરવા નીચે ઉતર્યા તે દરમિયાન ડમ્પરે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સુખદેવસિંગ પ્યારાસિંગ મજબી (શીખ) (ઉ.વ. 55)ને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ થયું હતું,
આ અંગે મળતી માહિતી અનુસાર ગત તા. 3/6ના રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ટ્રેઈલરચાલક સુખદેવસિંગને ફોન આવતાં તે વાહન ઊભું રાખીને વાત કરવા માટે નીચે ઊતર્યા હતા. તે સમય દરમિયાન સામખિયાળી ટોલ નાકા નજીક આવેલા કટ પાસે પૂરઝડપે આવતા લાલ રંગના ઠાઠાવાળા ડમ્પરે અચાનક યુ-ટર્ન લઈ ટ્રેઈલરચાલકને હડફેટે લીધા હતા. આ ઘટનામાં યુવકને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે લાકડિયા આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.