પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ

એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મકડા ગામના પાટીયા પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, મકડામા રહેતો જટુભા ભારમલજી જાડેજા નદીના છેલમાં બાવળોની ઝાડીઓમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમી સ્થળ પર દરોડો પાડી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 84 નંગ બોટલ કિ.રૂ.29,400 તથા બીયર ટીન નંગ 110 કિ.રૂ.11,000 મળી કુલ કિ.રૂ.40,400નો શરાબ ઝડપી પાડ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી જટુભા ભારમલજી જાડેજા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.