શેખપીર નજીક બંધ ઘરમાંથી 5.80 લાખની તસ્કરી
શેખપીર પાસેના બંધ ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ રોકડ રૂપિયા 5 લાખ અને 80 હજારની કિમતના દાગીના ઉઠાવી ગયા હતા
ફરિયાદી મરીયાબાઈ મીસરી મામદ સમાએ ફરિયાદ નોધાવ્યા જણાવ્યું કે પોતે હોસ્પીટલના કામથી થોડા દિવસ બહાર ગયા હતા. પરત આવ્યા ત્યારે પોતાના ઘરને તાળું લગાવેલ હતું. અંદર જતા પતરાની પેટીમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીએ તપાસ કરતા રોકડ રૂપિયા 5 લાખ અને ધાતુના ડબ્બામાં રાખેલ રૂપિયા 80 હજારની કિમતના અલગઅલગ દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પદ્ધર પોલીસે આજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.