ભચાઉના ચિરાઈ પાસે ટ્રકટ્રેલર સાથે ક્રેટા કારનો અકસ્માત સર્જાયો, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત

         ભચાઉના ચિરઈ ખાતે સર્જાયું જીવલેણ અકસ્માત. ગાંધીધામ તરફ જતા કન્ટેનર ટ્રક અને ક્રેટા ગાડી આ અકસ્માતના ભોગ બન્યા હતા. કન્ટેનર ટ્રક પરથી ચાલુ મુસાફરીએ કન્ટેનર અલગ થઈ ગયું અને રસ્તા પર પડી ગયું હતું.  જેના કારણે કાર સાઈડ ગ્રીલ સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. કાર ચાલક યુવક  બહાર ફંગોળાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી  જેને લઈ તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત સર્જાયું હતું. વહેલી સવારના આશરે 3 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના સર્જાઈ હતી, અકસ્માતના કારણે ટ્રાફિક જામ ખૂબ વધુ પ્રમાણ થયો.  સામખીયાળી-ગાંધીધામ હાઇવે પર વાહન અકસ્માતની ઘટના રોજિંદી થવા લાગી છે.