ભુજના કોડાયપુલ ખાતે રૂ.૧.૪૪ લાખના કોપર વાયરની ચોરી આચરાઈ
કોડાયપુલમાં મોટર રીવાયડીંગની દુકાનના પતરા ઉતારી અજાણ્યો સખ્શ 1.44 લાખના કોપર કેબલ ચોરી ગયેલ હતો. જેની ફરિયાદ રશીક રમણીકલાલ સેંઘાણીએ કરાવેલ છે. તેમના કહ્યા અનુસાર રવિવારે રાત્રી દરમિયાન કોડાયપુલમાં આવેલી તેમની પટેલ મોટર રિવાયડીંગ નામની દુકાનના પતરા ઉતારી કોઈ સખ્શ અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદ દુકાનમાં રાખેલા રૂપિયા 1.17 લાખની કિમતના કોપર વાયરના 10 ડ્રમ અને રૂપિયા 27 હજારની કિમતના કોપર વાયર સ્ક્રેપ ચોરી ગયો હતો. રશીક રામણીકલાલ સેંઘાણીની ફરિયાદ અનુસાર પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.